ભુજ: ભાજપ મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેની પંચાયતોને અપીલ, ‘કેચ ધ રેઈન’ અભિયાનને સાર્થક કરીએ
Bhuj, Kutch | Oct 22, 2026 રાજ્ય સરકારની વિવિધ યોજનાઓનો લાભ લેવા પંચાયતોને અપીલ કરતાં ભાજપના મહામંત્રી અનિરુદ્ધભાઈ દવેએ જણાવ્યું હતું કે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબના ‘કેચ ધ રેઈન’ મંત્રને સાર્થક કરવા આપણે સૌએ સાથે મળીને પ્રયાસ કરવો જોઈએ. તેમણે પંચાયતોને જળસંચય અને વરસાદી પાણીના સંગ્રહ સહિતની વિવિધ યોજનાઓનો લાભ લઈ ગ્રામ્ય વિકાસને વેગ આપવા અપીલ કરી હતી.