સુરત શહેરમાં દૂષણ ઘટાડવાના ઉમદા હેતુથી સી.એન.જી. ગેસને ફરજિયાત કરવામાં આવ્યો, પરંતુ ગુજરાત ગેસ કંપની દ્વારા સમયાંતરે ગેસના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. અગાઉ રૂ. ૭૪ હતો તે ભાવ હવે રૂ. ૮૩ થઈ ગયો છે, પણ આ વધારાનું કોઈ કારણ કે આગામી વધારાની કોઈ માહિતી આપવામાં આવતી નથી. આ કારણે ઓટો રિક્ષાચાલકોને અત્યંત આર્થિક તંગીનો સામનો કરવો પડી રહ્યો છે.
Udhna, Surat | Jun 18, 2026