કાલોલ: સગનપુરા–અલાલી રોડ પરથી કત્લના ઈરાદે લઈ જવાતી બે ગાયને બચાવી લીધી, પોલીસ ફરિયાદ નોંધાઈ
કાલોલ તાલુકાના સગનપુરા–અલાલી રોડ પર મોડીરાત્રે અકસ્માતગ્રસ્ત હાલતમાં પડેલી ઈન્ડિકા કારમાંથી ક્રૂરતાપૂર્વક ગોંધી રાખેલી બે જીવતી ગાયોને સુરક્ષિત રીતે બચાવી લેવામાં આવી હતી. કાર ઝાડ સાથે અથડાતા ગૌ તસ્કરો સ્થળ પરથી ફરાર થઈ ગયા હતા.