ગાંધીનગર: ગાંધીનગરમાં ગમખ્વાર અકસ્માત: લીંબડીયા ગામ પાસે ટ્રક સાથે કાર અથડાતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે મોત, બે ઘાયલ
ગાંધીનગર નજીક લીંબડીયા ગામની મધુવન નર્સરી પાસે સવારે સાડા પાંચ વાગ્યે એક ગંભીર અકસ્માત સર્જાયો હતો. રાજસ્થાનના બીછીવાડાથી પરત ફરી રહેલી કાર પૂરપાટ ઝડપે આવીને રોડની સાઇડમાં ઊભેલી ટ્રક સાથે અથડાઈ હતી. અકસ્માતમાં કારમાં સવાર કદીયુરહેમાન પઠાણનું ઘટના સ્થળે જ મોત નિપજ્યું હતું, જ્યારે કારના ચાલક ઈરફાન મિર્ઝા અને મીઝાજભાઈને ગંભીર ઈજાઓ થતાં તેમને તાત્કાલિક 108 એમ્બ્યુલન્સ મારફતે અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.