બોટાદ માર્કેટિંગયાર્ડ ખાતે અકસ્માતે મૃત્યુ પામેલ ખેડૂત પરિવારને સહાયની રકમ અર્પણ કરવામાં આવી હતી
Botad City, Botad | Sep 30, 2025
આજે બોટાદ માર્કેટિંગ યાર્ડ ખાતે બોટાદ તાલુકામાં અકસ્માતે મૃત્યુ પામેલા બોટાદ તાલુકાના ખેડૂતોના પરિવારને ત્રણ લાખ રૂપિયાની આર્થિક સહાય ના ચેક વિતરણ કરાયા હતા. બોટાદ તાલુકાના તમામ ખેડૂતોનો વીમો માર્કેટિંગ યાર્ડ દ્વારા લેવામાં આવતો હોય છે ત્યારે દર વર્ષે 10 થી 12 ખેડૂતોને અકસ્માત સહાય પેટે વીમા ની રકમ ચૂકવવામાં આવતી હોય છે. ત્યારે આજ વિવિધ લાભાર્થી ખેડૂત પરિવારને ત્રણ ત્રણ લાખ રૂપિયા ના ચેક અર્પણ કરી સહાય ચૂકવવામાં આવી હતી