પારડી: સુખલાવ ગામમાં 35 વર્ષીય યુવાને ગળે ફાંસો ખાઈ આપઘાત કર્યો
Pardi, Valsad | Oct 7, 2024 પારડી તાલુકાના સુખલાવગામે આવેલી આંબા વાડીમાં સોમવારના રોજ એક યુવાનનો ફાંસો ખાધેલી હાલતમાં ડી કંપોઝ મૃતદેહ મળી આવતા પંથકમાં ચકચાર મચી જવા પામી હતી. જે મૃતદેહ આમળી ગામનો યુવાન હોવાની ઓળખ થવા પામી હતી. પારડી પોલીસ ઘટના સ્થળે પહોચી મૃતદેહનો કબજો મેળવી પીએમ કરાવવા સાથે આપઘાતનું કારણ જાણવા પ્રયાસો શરૂ કર્યા છે