ગોધરા: કાલોલના અલાલી ગામમાં રખડતા શ્વાનનો ભારે આંતક જોવા મળ્યો છે. અહીં ઘરના આંગણામાં રમી રહેલી 3 બાળકીઓ પર હુમલો
પંચમહાલ જિલ્લાના કાલોલ તાલુકાના અલાલી ગામમાં રખડતા શ્વાનનો ભારે આંતક જોવા મળ્યો છે. અહીં ઘરના આંગણામાં રમી રહેલી એક જ પરિવારની ત્રણ માસૂમ દીકરીઓ પર શ્વાને અચાનક હુમલો કરી દેતા અફરાતફરી મચી ગઈ હતી. અલાલી ગામના રહેવાસી ખુમાનસિંહ મગનસિંહ પરમારની —૧૩ વર્ષની ધ્રુવંશી, ૧૦ વર્ષની કાવ્યા અને ૮ વર્ષની ભક્તિ—પોતાના ઘરના આંગણામાં નિર્દોષ ભાવે રમી રહી હતી. તે જ સમયે રખડતા શ્વાને અચાનક ધસી આવીને ત્રણેય બાળકીઓ પર હુમલો કરી દીધો હતો. આ હુમલામાં શ્વાને એક બાળક