વાપીના એક સ્થાનિક બંગલામાં આજે વહેલી સવારે 7 જાન્યુઆરીના રોજ એક ભયાનક દ્રશ્ય જોવા મળ્યું હતું. સવારે આશરે 6:30 વાગ્યે જ્યારે પરિવારનો એક સભ્ય શૌચાલયમાં નિત્યક્રમ માટે ગયો, ત્યારે તેને ત્યાં અચાનક એક અજગરની પૂંછડી દેખાઈ હતી. શૌચાલયમાં અજગર હોવાની જાણ થતા જ બંગલાના સભ્યો અને આસપાસના રહીશોમાં ભારે ગભરાટ ફેલાઈ ગયો હતો. તાત્કાલિક આ અંગેની જાણ ઇમરજન્સી રેસ્ક્યુ ફોર્સ (ERF) ની ટીમને કરવામાં આવી હતી.
ઘટનાની જાણ થતા જ ERF ના તાલીમબદ્ધ રેસ્ક્યુઅર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ટીમે સાવચેતીપૂર્વક ઓપરેશન હાથ ધરી શૌચાલયમાં છુપાયેલા અજગરને કોઈપણ ઈજા પહોંચાડ્યા વગર સુરક્ષિત રીતે પકડી લીધો હતો. રેસ્ક્યુ ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ થયા બાદ અજગરને તેના કુદરતી આવાસમાં મુક્ત કરવામાં આવ્યો હતો. સમયસૂચકતા વાપરીને અજગરનું સુરક્ષિત રેસ્ક્યુ કરવા બદલ સ્થાનિક રહીશોએ ERF ટીમનો આભાર માન્યો હતો અને તેમની કામગીરીની પ્રશંસા કરી હતી.
Emergency Rescue Force 9998508813
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Sep 11, 2026