રાપર: સુવઈના મેડિકલ ઓફિસરની ખાનગી પ્રેક્ટિસ, કરાર રદ
Rapar, Kutch | Mar 31, 2026 સુવઈ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ફરજ બજાવતા આયુષ મેડિકલ ઓફિસર ડો. રાકેશ કે. પ્રજાપતિ સામે ખાનગી પ્રેક્ટિસ કરવાનો આક્ષેપ સાબિત થતા જિલ્લા આરોગ્ય તંત્રએ તેમનો 11 માસનો કરાર સમાપ્ત કર્યો છે.આરોગ્ય કચેરીમા ફરિયાદ થઈ હતી જેની તપાસમાં આક્ષેપો સાચા હોવાનું બહાર આવ્યું હતું. આ બાબતે ડોકટરને નોટિસ આપી ખુલાસો માંગવામાં આવ્યો હતો. જિલ્લા પંચાયત ખાતે રૂબરૂ હાજર રહી જવાબ આપ્યો હતો.