તાલાળા: ઝૂંપડપટ્ટીના બાળકો સાથે યુવા ભાજપે ઉજવી દિવાળી
તાલાળાના મિલ ગ્રાઉન્ડ ઝૂંપડપટ્ટી વિસ્તારમાં યુવા ભાજપ દ્વારા સેવાકીય કાર્યક્રમ યોજાયો. ગીર સોમનાથ જિલ્લા યુવા ભાજપની ટીમ દ્વારા બાળકોને ફટાકડાં, ફળો અને દિવડાનું વિતરણ કરી દિવાળીની ઉજવણી કરવામાં આવી.