ઝાલોદમાં વાહન ભાડે રાખવાના બહાને ખેડૂતો સાથે મોટું કૌભાંડ સામે આવ્યું છે.
સોલાર કંપનીના નામે 15 ખેડૂતોના 13 ટ્રેક્ટર, 1 તુફાન અને 1 બોલેરો સહિત કુલ 15 વાહનો લઈને ભેજાબાજો ફરાર થઈ ગયા હોવાનો આક્ષેપ છે. અંદાજે ₹1 કરોડથી વધુના વાહનો પચાવી પાડવામાં આવ્યા હોવાનું સામે આવ્યું છે.
માસિક ભાડાની લાલચ આપી ખેડૂતોનો વિશ્વાસ જીત્યા બાદ બે મહિના સુધી ભાડું ચૂકવાયું નહીં. માલપુર ખાતે તપાસ કરતાં કોઈ સોલાર કંપની અસ્તિત્વમાં ન હોવાનું સામે આવ્યું. હાલ આરોપીઓના મોબાઇલ સ્વિચ ઓફ છે અને ભોગ બનનાર ખેડૂતોએ ઝાલોદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે સમગ્ર મામલે તપાસ શરૂ કરી છે.
📍 વધુ સ્થાનિક સમાચાર માટે Dahod Live સાથે જોડાયેલા રહો.
#BreakingNews #Jhalod #Dahod #GujaratNews #SolarScam FarmerNews CrimeNews DahodLive
ઝાલોદ, સોલાર કંપની કૌભાંડ, ખેડૂતો સાથે છેતરપિંડી, ટ્રેક્ટર કૌભાંડ, દાહોદ સમાચાર
Dohad, Dahod | Jul 9, 2026