ધંધુકા: *ધંધુકા એસ.ટી. ડેપોની ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ. #ધંધુકા #dhandhuka #amdavad #અમદાવાદ #ઈમાનદારીઉત્તમ
*ધંધુકા એસ.ટી. ડેપોની ઈમાનદારીનું ઉત્તમ ઉદાહરણ* બસમાં મળી આવેલી વસ્તુ મૂળ માલિકને પરત આપી માનવતા અને ફરજ નિષ્ઠાનું દર્શન. અમદાવાદ જિલ્લાના ધંધુકા એસ.ટી. ડેપોમાં ફરજ બજાવતા ટ્રાફિક કંટ્રોલર પઢિયાર સહદેવસિંહ રણજીતસિંહ દ્વારા ઈમાનદારી અને જવાબદારીનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. ધંધુકાથી પસાર થતી એસ.ટી. બસમાં એક મુસાફરની કિંમતી વસ્તુ ભૂલથી રહી ગઈ હતી, જે બાદ તે વસ્તુ મળી આવતા તાત્કાલિક તપાસ હાથ ધરી મૂળ માલિકનો સંપર્ક કરવામાં આવ્યો હતો.