શિનોર: શિનોર રેલવે ગળનાળા નીચે ઘૂંટણસમાં વરસાદી પાણી ભરાઈ જતાં અનેક વાહન બંધ પડી જતાં વાહન ચાલકો મુશ્કેલીમાં મૂકાયા.
Sinor, Vadodara | Jun 25, 2024 શિનોરમાં આજે વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો.જેના કારણે શિનોર રેલવે ગળનાળા નીચે ઘૂંટણસમાં પાણી ભરાતાં વાહન ચાલકોને 2 કિલોમીટર દૂર ફરીને શિનોર જવાની નોબત આવી હતી.જ્યારે કેટલાક વાહન ચાલકો રેલવે ગળનાળા નીચે ભરાયેલા પાણીમાંથી પોતાના વાહન પસાર કરતાં જોવા મળ્યા હતાં.જો કે રેલવે ગળનાળામાં વધુ પાણી હોવાથી અનેક વાહનો પાણીમાં બંધ પડી જતાં ધક્કો મારી ને બહાર કઢાયા હતા.