ગોધરા: વિદેશ મોકલવાના બહાને ૧૨ યુવાનો સાથે ૧૮ લાખની છેતરપિંડી: ગોધરા તાલુકા પોલીસ મથકે ગુનો દાખલ
ગોધરા તાલુકાના મોરડુંગરા ગામના આરોપી કલ્પેશભાઈ રમેશભાઈ પટેલીયાએ ફરિયાદી ગુલાબસિંહ કાન્તીભાઈ પટેલીયા સહિત ૧૨ યુવાનોને યુરોપ અને આર્મેનિયા મોકલવાની લાલચ આપી હતી. આરોપીએ વિઝા અને ટિકિટના નામે વ્યક્તિ દીઠ રૂ. ૧,૫૦,૦૦૦ નક્કી કરી અલગ-અલગ સમયે કુલ રૂ. ૧૮,૦૦,૦૦૦ મેળવી લીધા હતા. નાણાં મેળવ્યા બાદ આરોપીએ કોઈને પણ વિદેશ મોકલ્યા ન હતા અને આ રકમ પોતાના અંગત વપરાશમાં વાપરી નાખી હતી. પૈસા પરત માંગવા છતાં આરોપીએ ગલ્લા-તલ્લા કરી રકમ આપી ન હતી. આ મામલે ગોધરા તાલુક