આણંદ શહેર: ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં ભાજપે ફરી એકવાર જીતનો ઝંડો લહેરાવ્યો છે.
ઉમરેઠમાં વિશ્વાસની પરંપરા યથાવત — પુત્રએ પિતાનો રેકોર્ડ તોડી જીત અર્પણ કરી ઉમરેઠ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીમાં એક ભાવનાત્મક અને પ્રેરણાદાયી પરિણામ સામે આવ્યું છે. “બાપ કરતા બેટો સવાયો” કહેવતને સાકાર કરતાં ભાજપના ઉમેદવાર હર્ષદ પરમારે ભવ્ય જીત મેળવી છે અને પોતાના સ્વર્ગસ્થ પિતા ગોવિંદભાઈ પરમારનો રેકોર્ડ તોડી નવો ઈતિહાસ રચ્યો છે.