અમદાવાદના માધવપુરા પોલીસ સ્ટેશન વિસ્તારમાં ઘરફોડ ચોરી કરનાર આરોપીને પોલીસે પકડી પાડ્યો છે. સુનિલ ઉર્ફે અશોક શર્મા નામના યુવકની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી 6.11 લાખની કિંમતની સોનાની રણી કબજે કરવામાં આવી છે. પકડાયેલો આરોપી અગાઉ ઘાટલોડિયા સાબરમતી વસ્ત્રાપુર અને આનંદ નગરના ગુનામાં પકડાઈ ચૂક્યો હોવાની હકીકત સામે આવી છે.