અમદાવાદના વટવા નારોલ અને કાલુપુર વિસ્તારમાં રાહદારીઓના હાથમાંથી મોબાઇલ ફોન સ્નેચિંગ કરનાર આરોપીને ક્રાઈમ બ્રાન્ચે પકડી પાડ્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન વટવા વિસ્તારમાંથી મહમદ સુહાન શેખ નામના યુવકને ધરપકડ કરી હતી. આરોપીની તપાસ કરતા તેની પાસેથી ચાર મોબાઈલ ફોન મળી આવ્યા છે.