પારડી: અલખનંદા સોસાયટીમાં મામાને ત્યાં આવેલા ભાણેજે ફાંસો ખાધો
Pardi, Valsad | Oct 10, 2024 પારડી શહેરમાં મામાની કપડાંની દુકાનમાં દિવાળી સિઝનમાં મદદ માટે રાજસ્થાન થી આવેલો ૨૩ વર્ષીય ભાણેજે મામાના ઘરે ફાંસો ખાઈ આપઘાત કરી લેતા પરિવારમાં ભારે શોકનો માહોલ ફેલાયો છે. પારડી પોલીસને જાણ થતાં પોલીસે મૃતદેહનો કબજો લઈ પીએમ કરાવી તપાસ શરૂ કરી છે.