રામોલ પોલીસે માત્ર બે દિવસમાં ૬૦૦થી વધુ સીસીટીવી ફૂટેજ ચેક કરીને કુખ્યાત ચીખલીગર ગેંગના બે સાગરીતો અજયસિંગ અને અર્જુન બનજારાને ઝડપી પાડ્યા છે. પોલીસે તેમની પાસેથી ૨૦.૩૦ લાખનો મુદ્દામાલ જપ્ત કરી ૮ ઘરફોડ ચોરીના ગુના ઉકેલ્યા છે, જ્યારે ફરાર શેરસિંગની શોધખોળ હાથ ધરી છે.