કાલોલ: ઈનોક્ષ-ડેરોલ રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાતા વાહનવ્યવહાર થયો ઠપ્પ
આજરોજ સાંજે ચાર કલાકે મળતી માહિતી મુજબ બુધવારે પડેલા વરસાદ બાદ કાલોલના ઈનોક્ષ કંપનીથી ડેરોલ ગામ તરફના રેલવે અંડરબ્રિજમાં પાણી ભરાઈ જતાં વાહનવ્યવહાર બંધ થઈ ગયો હતો. પાણીના નિકાલમાં વિલંબ થતાં વાહનચાલકોને ભારે હાલાકી ભોગવવી પડી હતી.જ્યાં સુધી પાણીનો નિકાલ કરવામાં નહીં આવે ત્યાં સુધી આ રસ્તાનો ઉપયોગ ટાડવો પડે છે.જેથી સ્થાનિકોએ ચોમાસા દરમિયાન અંડરબ્રિજમાં ભરાતા પાણીના તાત્કાલિક નિકાલ માટે કાયમી વ્યવસ્થા કરવાની માંગ કરી છે.