ભારતીય જનતા પાર્ટી ઉંઝા શહેર દ્વારા આજરોજ ઉમિયા માતા દેશની વાડી, ઉંઝા ખાતે નૂતન વર્ષ સ્નેહ મિલન કાર્યક્રમ આયોજન કરવામાં આવ્યું હતું. ઊઝા પાલિકાના વૉર્ડ નં. ૫, ૬, ૭ અને ૮ ના સંયુક્ત ઉપક્રમે યોજાયેલા આ કાર્યક્રમમાં પાર્ટીના હોદ્દેદારો, કાર્યકરો અને સમર્થકો મોટી સંખ્યામાં ઉત્સાહભેર જોડાયા હતા.