ભુજ: ભુજમાં ગટરની સમસ્યા સામે બાળકોની અનોખી જનઅપીલ
Bhuj, Kutch | Aug 16, 2026 ભુજના વોર્ડ નં. ૧માં સ્થાનિક બાળકોએ તિરંગા અને સંદેશાવાળા બોર્ડ સાથે અનોખી જનઅપીલ કરી. રહેણાંક મકાનો સામે વર્ષોથી વહેતી ગટરથી ગંદકી અને દુર્ગંધની સમસ્યા અંગે તંત્રનું ધ્યાન દોરાયું. બાળકોએ બોર્ડ પર “દેશ આઝાદ થયો, હવે અમારી શેરીને ગટરની ગુલામીમાંથી આઝાદ કરો!” જેવા સંદેશા લખી કાયમી ઉકેલની માંગ કરી.