અમદાવાદના ખાડિયા વિસ્તારમાં અસામાજિક તત્વ તરીકે ચર્ચામાં રહેલા મોન્ટુ નામદારની વધુ એક દાદાગીરીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ખાડિયા વિસ્તારમાં ફટાકડા ફોડી સાક્ષીને ધમકાવવાના કેસમાં પોલીસે તેની અટકાયત કરી હતી.
જોકે, અટકાયત બાદ પણ આરોપીમાં કાયદા અને પોલીસનો કોઈ ભય જોવા મળ્યો ન હતો. પોલીસની ગાડીમાં બેઠેલા મોન્ટુ નામદારે પોલીસકર્મીઓ સામે અપશબ્દો બોલ્યા હોવાનું વીડિયોમાં જોવા મળે છે. એટલું જ નહીં, આરોપી અને તેના દીકરાએ મીડિયા તેમજ પોલીસ સમક્ષ પણ બેફામ વાણીવિલાસ કર્યો હોવાનું સામે આવ્યું છે.
આ ઘટનાએ શહેરમાં કાયદો અને વ્યવસ્થાને લઈને અનેક સવાલો ઊભા કર્યા છે. મોન્ટુ નામદારના વર્તન પરથી અસામાજિક તત્વોમાં પોલીસનો ડર ઘટી રહ્યો હોવાની ચર્ચા ચાલી રહી છે. લોકોમાં માંગ ઉઠી છે કે આવા તત્વો સામે કડક અને દાખલારૂપ કાર્યવાહી કરવામાં આવે જેથી કાયદાનો ભય જળવાઈ રહે.
#ahemdabad #crime #viralvideos