કાલોલ: કાલોલ તાલુકાના ફણસીગામે ગાળો બોલવાની ના પાડતા યુવક પર લાકડી અને લોખંડની પાઇપ વડે હિંસક હુમલો, ૪ સામે ગુનો દાખલ
ફણસી ગામના મોટું ફળિયામાં રહેતા ભગવાનસિંહ પર્વતસિંહ જાદવના ૨૨ વર્ષીય અવિવાહિત પુત્ર સુનીલકુમાર રાત્રીના આશરે નવેક વાગ્યે પોતાના ઘરના આંગણામાં ઊભો હતો. તે સમયે ફળિયામાં જ રહેતા ચાર ઇસમો તેમના ઘર આગળ ઊભા રહીને જોરજોરથી ખરાબ ગાળો બોલી રહ્યા હતા. જેથી સુનીલકુમારે તેઓને ટોકતા કહ્યું હતું કે, "તમો ફળિયામાં ખરાબ ગાળો બોલશો નહીં, બધા સાંભળે છે."આટલું કહેતા જ આરોપીઓ એકદમ ઉશ્કેરાઈ ગયા હતા અને હાથમાં લાકડીઓ તથા લોખંડની પાઇપ લઈને દોડી આવ્યા હતા. "તને વચમાં બ