તળાજા: દાઠા પોલીસે તલ્લી-બાંભોર રોડ પરથી લાયસન્સ વગર પુરઝડપે કરી રેતી ભરેલું ટ્રેક્ટર ચલાવતા ચાલકને ઝડપી પાડ્યો
દાઠા: દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ દરમિયાન પોલીસે લાયસન્સ વગર ટ્રેક્ટર ચલાવતા ચાલક સામે કાર્યવાહી કરી છે. પોલીસ પેટ્રોલિંગ દરમિયાન સાંજે 6:15 વાગ્યે તલ્લીથી બાંભોર જવાના રસ્તા પર બે ટ્રેક્ટર ટ્રોલી સાથે પુરઝડપે અને બેફિકરાઈથી જતા જોવા મળ્યા હતા. પોલીસે બંને ચાલકોને રોકવાનો પ્રયાસ કર્યો હતો, પરંતુ તેઓ આગળ જતા રહેતા પોલીસે પીછો કરીને બંનેને રોક્યા હતા. પંચોની હાજરીમાં તપાસ કરતા ટ્રેક્ટર નં. GJ-04-EA-0318ના ચાલક તરીકે ધર્મેન્દ્રસિંહ ગોવુભ