ધાનપુર: ધાનપુરના નળુ ગામે નળેશ્વર મહાદેવ મંદિરના જીર્ણોદ્ધાર માટે સ્નેહમિલનનું આયોજન
Dhanpur, Dahod | Nov 11, 2026 દાહોદ જિલ્લાના ધાનપુર તાલુકાના નળુ ગામે નળેશ્વર મહાદેવ મંદિરે સ્નેહમિલન કાર્યક્રમ યોજાયો. કાર્યક્રમમાં સમાજના આગેવાનો અને દાતાઓ એકત્ર થયા હતા, જેમાં મંદિરના જીર્ણોદ્ધાર અને વિકાસ માટે દાતાઓએ આર્થિક સહયોગ આપવાની જાહેરાત કરી હતી.