નડિયાદ: વાણીયાવાડ જંકશન પાસે કાલચાલકે ફૂડ ડિલિવરી બોયને અડફેટે લેતા ઇજાગ્રસ્ત,પોલીસે કાર્યવાહી હાથ ધરી
નડિયાદ શહેરમાં વાણીયાવાડ જંક્શન પાસે કારચાલકે બાઇકને ટક્કર મારતા એક વ્યક્તિ ઇજાગ્રત,નડિયાદમાં ફૂડ ડિલિવરી બોય તરીકે ફરજ બજાવતા રાજેશભાઈ તડવી રવિવારે પાર્સલ લઈને ડીલીવરી પહોંચાડવા માટે જઈ રહ્યા હતા તે દરમિયાન વાણીયાવાડ જંકશન પાસે કિડની હોસ્પિટલ તરફથી પૂરપાટ ઝડપે આવતા કાલચાલકે રાજેશભાઈના બાઈકને અડફેટે લેતા અકસ્માત સર્જાયો હતો જેમાં રાજેશભાઈ રોડ પર પટકાતા ઇજાગ્રસ્ત થયા હતા જેથી તેમને તાત્કાલિક નડિયાદ સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા