કાલોલ: શહેરમાં સામાન્ય વરસાદ અને માલવાહક ટ્રકના ભારથી ગટરલાઇનનો સ્લેબ તૂટ્યો,પાલિકાનો ભાન્ડો ફૂટ્યો
કાલોલ પાલિકાના કચેરી રોડના પટેલ ફળિયાના નાકા પાસેના ધોરી રસ્તા પર ગત વર્ષે જ બનેલી ગટરલાઇન પર સવારે સ્લેબ તુટીને પડેલા બોગદામાં ટ્રક ફસાઈ ગઈ હતી. જે ઘટના અંગે કાલોલ પાલિકામાં 'વાડ જ ચીભડા ગળે' તેમ પાલિકાના વગદાર સભ્યો ટેન્ડર પ્રક્રિયા દરમ્યાન વગે વાઢી ફેરવીને પછી કહેવાતા પેટા કોન્ટ્રાક્ટની રાહે માપદંડ, લેવલ, ક્ષમતા અને ગુણવત્તા વિના શોભાના ગાંઠિયા સમાન કામગીરી આચરે ત્યારે વિકાસના ગાબડાં પડવાનો ઘાટ સર્જાતો હોવાની નગરચર્ચા વહેવા પામી છે.