ગારિયાધાર: ગારીયાધાર તાલુકાના લુવારા ગામ નજીક સિંહની લટારનો વિડીયો વાયરલ
ગારીયાધાર તાલુકાના લુવારા ગામ નજીક સિંહની લટારનો વીડિયો વાયરલ ભાવનગર જિલ્લાના ગારીયાધાર તાલુકાના લુવારા ગામ નજીક ફરી એકવાર સિંહની લટારના દૃશ્યો સામે આવ્યા છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં શેત્રુંજી નદી તરફ જવાના રસ્તા પર એક સિંહ નિર્ભય રીતે લટાર મારતો જોવા મળે છે. વીડિયો જોઈ સ્થાનિકોમાં કુતૂહલ સાથે સાવચેતીનો માહોલ પણ જોવા મળી રહ્યો છે.