ધરમપુરમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરફેરનો પર્દાફાશ
ધરમપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગેરકાયદેસર રીતે પશુઓની હેરફેર કરતી એક ટોળકીને પોલીસે ઝડપી પાડી છે. બારોલીયા ગામના ઝરીયા રોડ પરથી મહીન્દ્રા બોલેરો પીકઅપમાં 2 ગાયોને ક્રૂરતાપૂર્વક બાંધીને પાસ-પરમીટ વગર લઈ જવામાં આવતી હતી. આ ઘટનામાં મલુક મેહરાન ખાન નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે, જ્યારે હનીફ જમીલ ખાન અને સલીમ હાસમ પઠાણ ફરાર થઈ ગયા છે. પોલીસે 5,15,000 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરી પશુ ક્રૂરતા નિવારણ અને પશુ સંરક્ષણ અધિનિયમ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
વધુ સમાચારો અને માહિતી માટે @aapnu_vapi સાથે જોડાયેલા રહો!
Vapi, Valsad | Jul 10, 2026