છોટાઉદેપુર: એકલવ્ય મોડેલ સ્કૂલમાં વિદ્યાર્થીઓનો વિરોધ, શિક્ષકની બદલી મુદ્દે શિક્ષણનો બહિષ્કાર
છોટાઉદેપુરની પુનિયાવાટ એકલવ્ય મોડેલ સ્કૂલમાં જીવ વિજ્ઞાનના શિક્ષકની બદલીથી વિવાદ. ધોરણ 12 સાયન્સના 17 વિદ્યાર્થીઓએ કર્યો અભ્યાસનો બહિષ્કાર. શિક્ષકને પરત ન લાવવામાં આવે તો એલ.સી. કઢાવવાની ચીમકી આપી. વાલીઓ પણ વિદ્યાર્થીઓના સમર્થનમાં જોડાયા.