કાલોલ: બાકરોલ ગામની કરાડ નદીના પુરમાં હિટાચી મશીન સાથે ફસાયેલા બે ઓપરેટરોનું ભારે જહેમત બાદ બચાવ, સાંસદ સહિત સૌ હાજર રહ્યાં
આજરોજ સવારે દસ કલાકે મળતી માહિતી મુજબ કાલોલ તાલુકાના બાકરોલ ગામની સીમમાં કરાડ નદીના પટમાં ફસાયેલા બન્ને ઓપરેટરોની બચાવ કામગીરી માટે પંચમહાલ ગોધરા સાંસદ રાજપાલસિંહ જાદવ અને હાલોલ ધારાસભ્ય જયદ્રથસિંહ પરમાર બન્ને ઘટના સ્થળે દોડી આવ્યા હતા. આ ઘટનાને પગલે જિલ્લા પ્રશાસન અને બચાવ તંત્રની કામગીરી અંગે માર્ગદર્શક સૂચનો કર્યા હતા તેમજ બન્ને ઓપરેટરોને બચાવ કામગીરી પર ભરોસો રાખવાની હિંમત આપી હતી.