ભુજ: ભુજમાં ચોરીના તારના જથ્થા સાથે 5 શખ્સો ઝડપાયા
Bhuj, Kutch | Aug 15, 2026 ભુજ બી-ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં પશ્ચિમ કચ્છ LCB પોલીસે કાર્યવાહી કરી ચોરીના એલ્યુમિનિયમના વાયરોના જથ્થા સાથે 5 શખ્સોને ઝડપી પાડ્યા હતા. પોલીસે એલ્યુમિનિયમના વાયરો અને બોલેરો પીકઅપ સહિત કુલ ₹3.33 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે. ઝડપાયેલા શખ્સો વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.