મહુવા: સેંદરડામાં ઇલેક્ટ્રિક શોકથી ઝરખનું મોત: વન વિભાગે ગુનો ઉકેલી આરોપીને ઝડપી પાડ્યો
ગત તા. 17 ઓગસ્ટના રોજ મહુવા રેન્જના વન વિભાગના સ્ટાફને ખાનગી બાતમી મળી હતી કે સેંદરડા ગામે ઝરખનું ઇલેક્ટ્રિક શોકથી મોત થયું છે. બાતમીના આધારે વન વિભાગની ટીમે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી હતી. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે સેંદરડા ગામના તખનસિંહ ભાણાભાઈ ગોહિલ દ્વારા પોતાની વાડીની આસપાસના તાર-ફેન્સિંગમાં ગેરકાયદેસર રીતે વીજ પ્રવાહ પસાર કરવામાં આવ્યો હતો. જેના કારણે આશરે પાંચ વર્ષના નર ઝરખનું ઇલેક્ટ્રિક શોક લાગવાથી અકુદરતી મોત થયું હતું. મૃત ઝરખનો મૃતદ