ગાંધીનગર: નળ સરોવરમાં ફરી શરૂ થશે બોટિંગ સુવિધા, જાણો શું છે નવી તૈયારીઓ
ગુજરાતના જાણીતા પ્રવાસન સ્થળ નળ સરોવરમાં ફરી બોટિંગ સુવિધા શરૂ કરવાની તૈયારીઓ તેજ થઈ છે. વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાએ સમીક્ષા કરી છે. બોટિંગની સાથે કેન્ટીન, જેટી અને બર્ડવ્યુ પોઇન્ટ જેવી સુવિધાઓ પણ તૈયાર થઈ રહી છે.