માળીયા: મિયાણા-માળીયા-વધારવા રેલવે ટ્રેક પર ટ્રેન હડફેટે આવી જતા આધેડનું મોત
Maliya, Morbi | Jun 12, 2025 મુજબ માળીયા મિયાણા - વધારવા રેલવે ટ્રેક ઉપર ખોડાભાઈ દેવાભાઈ સેનવા ઉ.51 નામના પુરુષનું ટ્રેન હડફેટે આવી જવાથી મૃત્યુ નીપજ્યું હતું.ઘટના અંગે મૃતકના પુત્ર રાહુલભાઈએ જણાવ્યું હતું કે તેમના પિતાને માનસિક બીમારી હોવાથી બે દિવસ પહેલા ઘેરથી નીકળી ગયા હતા અને રેલવે ટ્રેક ઉપર ચાલતા હોય આ ઘટના ઘટી હતી.માળીયા મિયાણા પોલીસે બનાવ અંગે અકસ્માતે મૃત્યુ અંગે નોંધ કરી તપાસ શરૂ કરી છે.