તળાજા: ઘરફોડ ચોરીના ગુનામાં ફરાર બે આરોપી જેલમાંથી ટ્રાન્સફર વોરંટથી દાઠા પોલીસના હવાલે
ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ થયેલા ઘરફોડ ચોરીના ગુનામાં લાંબા સમયથી નાસતા ફરતા બે આરોપીઓને દાઠા પોલીસે ઝડપી પાડ્યા છે. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી, ભાવનગર જિલ્લા પોલીસ અધિક્ષક નિતેષ પાંડેય અને તળાજા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.બી. નકુમની સૂચના અને માર્ગદર્શન હેઠળ દાઠા પોલીસ દ્વારા અનડીટેક્ટ ઘરફોડ ચોરી તથા મંદિર ચોરીના ગુનાઓ ડિટેક્ટ કરવા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન દાઠા પોલીસ સ્ટેશનમા