અમદાવાદ શહેર: વસ્ત્રાપુરની ફૂડ કંપનીમાં HRએ 10 લોકોના ખાતામાં પગાર તરીકે 13.53 લાખ ટ્રાન્સફર કર્યા, માલિકે નોંધાવી ફરિયાદ
વસ્ત્રાપુરની ફૂડ કંપનીમાં HR તરીકે નોકરી કરતી યુવતીએ કંપનીના માલિકની જાણ બહાર 10 લોકોના ખાતામાં પગાર તરીકે 13.53 લાખ ટ્રાન્સફર કરી દીધા હતા. કંપનીમાં કામ ન કરતા હોય છતાં 10 અજાણ્યા લોકોના ખાતામાં HRએ પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા. જે મામલે કંપનીના માલિકે HR યુવતી સામે વસ્ત્રાપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે.