થાનગઢ તાલુકાના વિશ્વવિખ્યાત તરણેતર મેળામાં આજે વહેલી સવારથી જ ભક્તિમય વાતાવરણ જોવા મળ્યું હતું. ત્રિનેત્રેશ્વર મહાદેવ મંદિરે મહંત, નિર્મળાબા વિસામણ બાપુની જગ્યા, પાળિયાદ
અને સંતો-મહંતોના સાનિધ્યમાં પરંપરાગત રીતે બાવન ગજની ધ્વજા ચડાવવામાં આવી હતી. આ પવિત્ર પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોએ હાજરી આપી ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
#surendanager #wadhawan #chotila #than #taranetar