જેસર: જેસરના વીરપુર ગામે રસ્તા ઉપર નડતરરૂપ બનેલા ઝાડ-ઝાંખરાઓને દૂર કરવાની કામગીરી સરપંચ દ્વારા હાથ ધરવામાં આવી
જેસર તાલુકાના વીરપુર ગામે રસ્તા ઉપર નડતરરૂપ બનેલા ઝાડ-ઝાંખરાઓને દૂર કરવાની કામગીરી સરપંચ દ્વારા હાથ ધરવામાં આવી હતી. રસ્તા પર ઝાડની ડાળીઓ અને ઝાંખરા વધતા વાહનચાલકોને અવરજવરમાં મુશ્કેલી પડી રહી હતી. ગ્રામજનોની સમસ્યાને ધ્યાનમાં લઈને સરપંચ દ્વારા તાત્કાલિક કામગીરી શરૂ કરાવી રસ્તા પરથી નડતરરૂપ ઝાડ-ઝાંખરા દૂર કરવામાં આવ્યા હતા. કામગીરીથી રસ્તો ખુલ્લો થતા વાહનચાલકો અને ગ્રામજનોને રાહત મળી છે.