ભરૂચ: 'સી' ડિવિઝન પોલીસે ઇકો કાર ચોરતી ગેંગનાં બે સાગરીતોને ઝડપ્યા, ૪ ગાડીઓ સહિત ₹૭ લાખનો મુદ્દામાલ રિકવર.
પકડાયેલા આરોપીઓ વસીમ ઈરફાનભાઈ મલીક અને રીયાઝખાન શકીલખાન પઠાણ (બંને રહે. પાલેજ) ની સઘન પૂછપરછમાં ચોંકાવનારા ખુલાસા થયા હતા. આરોપીઓએ કબૂલ્યું હતું કે તેઓએ ભરૂચ શહેર ઉપરાંત નબીપુર બ્રિજ નીચેથી અને પાલેજ નવી નગરી માંથી પણ ગાડીઓ ચોરી હતી.