તળાજા: તળાજા-પાલીતાણા રોડ પર મહિલાઓ દ્વારા પૈસા ઉઘરાવવાની ફરિયાદ! ગૌરક્ષક ટીમે 112 પર કરી જાણ
તળાજા-પાલીતાણા રોડ અને ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે પર પૈસા ઉઘરાવવાની ઘટના સામે આવી તળાજા-પાલીતાણા રોડ ઉપર કેટલીક મહિલાઓ દ્વારા વાહનચાલકો અને રાહદારીઓ પાસેથી પૈસાની ઉઘરાણી કરવામાં આવતી હોવાની માહિતી સામે આવી છે. આ ઉપરાંત ભાવનગર-સોમનાથ નેશનલ હાઈવે ઉપર પણ આવા લોકો દ્વારા વાહનચાલકો પાસેથી પૈસા માંગવામાં આવતા હોવાની ફરિયાદો મળી રહી છે. માહિતી મળતા એકતા એ જ લક્ષ સંગઠન ગૌરક્ષક ટીમ તળાજા તેમજ ભગવા આર્મી સંગઠન ગૌરક્ષક ટીમ તળાજાના કાર્યકરો ઘટના સ્થળે દોડી