ગોધરા: ગોધરામાં ₹5 લાખની ચલણી નોટોથી ભવ્ય હિંડોળા દર્શન
ગોધરામાં ₹5 લાખની ચલણી નોટોથી ભવ્ય હિંડોળા દર્શન,ગોધરા: પવિત્ર શ્રાવણ માસ નિમિત્તે ગોધરાની સહજાનંદ સોસાયટી સ્થિત શ્રી સ્વામિનારાયણ મંદિરમાં ભક્તિભાવપૂર્વક હિંડોળા ઉત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. આ પ્રસંગે ભગવાન શ્રી હરિને વિવિધ મૂલ્યની અસલી ચલણી નોટોથી શણગારેલા ભવ્ય અને કલાત્મક હિંડોળામાં બિરાજમાન કરવામાં આવ્યા હતા.મંદિર ખાતે તૈયાર કરાયેલા આ વિશેષ હિંડોળામાં કુલ ₹5 લાખની ચલણી નોટોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. મંદિરના યુવા ભક્તો દ્વારા રાત-દિવસ