કાલોલ: કાલોલ તાલુકાના અડાદરા ગામે પ્રેમ લગ્નનો ખાર રાખી પિતા પર જીવલેણ હુમલો: ત્રણ સામે વેજલપુર પોલીસ મથકે ગુનો દાખલ
અડાદરા ગામે પ્રેમ લગ્નની અદાવતમાં એક વૃદ્ધ પિતા પર લાકડીના દંડા વડે હુમલો કરી જાનથી મારી નાખવાની ધમકી આપવાની ઘટના સામે આવી છે. આ મામલે વેજલપુર પોલીસ સ્ટેશનમાં ત્રણ વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધવામાં આવ્યો છે.ફરિયાદ અનુસાર અડાદરા ગામના ભુપેન્દ્રસિંહ જાદવે ગામની જ અંકીતાબેન સાથે ફેબ્રુઆરી ૨૦૨૬માં પ્રેમ લગ્ન કર્યા હતા, જે યુવતીના પરિવારને મંજૂર નહોતા. આ બાબતનો ખાર રાખી, ગત ૮ મે ૨૦૨૬ના રોજ સવારે ૧૧:૩૦ વાગ્યે જ્યારે ભુપેન્દ્રસિંહના પિતા કનકસિંહ જાદવ હાથી