સાબરકાંઠા જિલ્લામાંથી એક અત્યંત ચોંકાવનારો ગુનાનો મામલો સામે આવ્યો છે. સોશિયલ મીડિયા પર ફેક પ્રોફાઇલ બનાવી વ્યક્તિને પ્રેમજાળમાં ફસાવી, હની ટ્રેપ દ્વારા લૂંટ ચલાવવામાં આવતી હતી અને આખરે મામલો હત્યા સુધી પહોંચી ગયો હતો.
પોલીસ તપાસ મુજબ આરોપી પિયુષ પટેલે ફેસબુક પર 'અંકિતા પટેલ' નામની ફેક પ્રોફાઇલ બનાવી હતી. આ પ્રોફાઇલ મારફતે જગદીશભાઈ નામના વ્યક્તિ સાથે સંપર્ક કરી તેમને પ્રેમજાળમાં ફસાવવામાં આવ્યા હતા.
ત્યારબાદ આરોપી અંજનાબેન અને અસમાબેન નામની બે મહિલાઓ મારફતે પીડિતને હિંમતનગર નજીક એક અવાવરું સ્થળે બોલાવવામાં આવ્યા હતા. જ્યાં ધાકધમકી આપી તેમની પાસેથી મોટી રકમ પડાવવામાં આવી હતી.
મામલાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને એલસીબીની ટીમે ફિલ્મી ઢબે નાકાબંધી કરી કાર્યવાહી હાથ ધરી હતી. પોલીસે એક સ્વિફ્ટ કાર, એક એક્સયુવી કાર સહિત બે મહિલાઓ અને કુલ 10 આરોપીઓની ધરપકડ કરી છે.
આ કાર્યવાહી દરમિયાન પોલીસે ₹15 લાખથી વધુનો મુદ્દામાલ પણ કબજે કર્યો �