મહુવા: ભાવનગરના લઠ્ઠાકાંડને ‘ભાજપનું લોઠાકાંડ’ ગણાવી ભરતસિંહનો સરકાર પર આકરો પ્રહાર, દારૂબંધી હટાવવાની કરી માંગ
ભરતસિંહે ભાવનગરના લઠ્ઠાકાંડને ભાજપનું (લોઠાકાંડ) ગણાવી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલે ગૃહમંત્રી હર્ષભાઇ સંઘવી અને કૃષિમંત્રી જીતુભાઇ વાઘાણીને હાડેહાથ લીધા અને ગાંધીજી આખા દેશના રાષ્ટ્રપિતા હતા તો ગાંધીજીના નામે ગુજરાતમા દારૂબંધી છે તે બીલકુલ યોગ્ય નથી તેમ કહી ભરતસિંહે ભગવાન શ્રીરામ અને શ્રીકૃષ્ણ સમયથી દારૂ પીવાય છે તો ગુજરાતમાં દારૂબંધીના નામે ઝેરી દારૂ પીવાય છે તેથી સરકારને યુધ્ધના ધોરણે દારૂબંધી હટાવા ભરતસિંહે જુદાં અંદાજમાં નીવેદન આપ્યુ