કૃષ્ણનગરમાંથી ધોળા દિવસે કરોડોની લૂંટનો સનસનીખેજ મામલો સામે આવ્યો છે. અહીંના મારુતિ પ્લાઝા પાસે ચાર અજાણ્યા શખ્સોએ ધાક-ધમકી આપીને રૂપિયા ૫૦ લાખની મોટી લૂંટને અંજામ આપ્યો છે. ઘટનાની જાણ થતાં જ કૃષ્ણનગર પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો છે અને લૂંટારુઓને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.