ગાંધી જયંતી નિમિત્તે વડોદરા શહેર પોલીસ દ્વારા ‘ડ્રગ્સ મુક્ત અને વ્યસન મુક્ત સમાજ’ના સંકલ્પ સાથે વોકેથોન યોજાઈ હતી. પોલીસ કમિશનર નરસિંહા કોમાર સહિત પોલીસ અધિકારીઓ, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં નાગરિકો જોડાયા હતા. ‘Say No To Drugs’ અને ‘વ્યસન છોડો, જીવન અપનાવો’ જેવા સંદેશ સાથે વોકેથોન MS યુનિવર્સિટીથી સયાજીબાગ એમ્ફી થિયેટર સુધી યોજાઈ હતી. અંતે મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ અર્પણ કરી ઉપસ્થિત લોકોએ વ્યસનમુક્ત સમાજ માટે પ્રતિજ્ઞા લીધી હતી.
#GandhiJayanti #VadodaraPolice #DrugFreeSociety #SayNoToDrugs #HumDekhengeNews
Ahmadabad City, Ahmedabad | Oct 2, 2026