સોનગઢ: વાલોડ પોલીસે શોધી કાઢ્યા 66,487ની કિંમતના ગુમ થયેલા 4 મોબાઈલ ફોન
Songadh, Tapi | Sep 11, 2026 તાપીના વાલોડ પોલીસે 'તેરા તુજકો અર્પણ' અભિયાન અંતર્ગત ગુમ થયેલા 4 મોબાઈલ ફોન શોધી મૂળ માલિકોને પરત સોંપ્યા છે. ટેકનિકલ એનાલિસિસના આધારે કરવામાં આવેલી આ કામગીરીમાં પરત કરાયેલા મોબાઈલની કુલ કિંમત 66,487 રૂપિયા છે.