જેસર: બીલા ગામે કોબલી નદી ઉપર આવેલો કોઝવે ધોવાણ થતાં સરપંચના પ્રતિનિધિએ લીધી સ્થળ મુલાકાત લીધી
જેસર તાલુકાના બીલા ગામે કોબલી નદી ઉપર આવેલો કોઝવે ધોવાણ થતાં સરપંચના પ્રતિનિધિએ લીધી સ્થળ મુલાકાત જેસર: જેસર તાલુકાના બીલા ગામે કોબલી નદી ઉપર આવેલો કોઝવે તાજેતરના ભારે વરસાદ અને પાણીના પ્રવાહને કારણે ધોવાણનો ભોગ બન્યો છે. કોઝવેને નુકસાન થતાં સ્થાનિક ગ્રામજનોમાં ચિંતા વ્યાપી છે અને વાહનચાલકો માટે જોખમી સ્થિતિ સર્જાઈ છે. આ ઘટનાની જાણ થતાં ગામના સરપંચના પ્રતિનિધિએ સ્થળ પર પહોંચી પરિસ્થિતિનું નિરીક્ષણ કર્યું હતું. તેમણે કોઝવેના ધોવાણનું અવલોકન કરી